Skip to main content
Settings Settings for Dark

ભારત-પાકિસ્તાનના DGMOની વાત, સિઝફાયર ઉપર સંમતિ દર્શાવી

Live TV

X
  • ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશનની મંગળવારે સીમા ઉપર શાંતિ કાયમ કરવા માટે હોટલાઇન ઉપર વાતચીત થઇ

    ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન (DGMO)ની મંગળવારે સીમા ઉપર શાંતિ કાયમ કરવા માટે હોટલાઇન ઉપર વાતચીત થઇ છે. આ વાતચીતમાં બંને દેશોએ 2003માં થયેલા શાંતિ સમજૂતી માનવા માટે સંમતિ દર્શાવી છે. બંને દેશોએ સિઝફાયર ન તોડવા માટે સંમતિ આપી છે.

    જો કોઇ દેશ સિઝફાયર તોડસે તો પહેલા હોટલાઇન ઉપર વાતચીત થશે ત્યારબાદ કોઇ નિર્ણય લેવામાં આવશે એ અંગે પણ સંમતિ દર્શાવી હતી. સેનાના જણાવ્યા પ્રમાણે બંને દેશોના સેન્ય કમાન્ડરોએ સાંજે છ વાગ્યે હોટલાઇન ઉપર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન જમ્મુ કાશ્મીર અને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા ઉપરની હાલની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. આ વિશેષ હોટલાઇન સંપર્કની પહેલા પાકિસ્તાની ડીજીએમઓએ કરી હતી.

    ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને પાકિસ્તાનના મેજર જનરલ સાહિર શમશાદ મિર્જા વચ્ચે વાતચીત થઇ છે. બંનેએ સમાન નિવેદન રજૂ કરતા કહ્યું હતું કે, બંને દેશ 15 વર્ષ જૂના સિઝફાયર સમજૂતીને સંપૂર્ણ પણે લાગુ કરવાના સહમત થયા છે. આ સાથે વિશ્વાસ અપાવ્યો છે કે બંને દેશો સિઝફાયરનું ઉલ્લંઘન ન કરે. રક્ષા સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની આર્મી દ્વારા સિઝફાયર તોડવાની આ વર્ષમાં અત્યાર સુધી 908 ઘટનાઓ નોંધાઇ છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 860 હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply