ભારત-સિંગાપુરના યુવાઓ પ્રતિભાશાળી અને ઉદ્ધમી : પીએમ મોદી
Live TV
-
સિંગાપુર સ્થિત મરીના બે સૈંડ્સ કન્વેશન સેન્ટરમાં બિઝનેસ કમ્યુનિટી ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ બન્ને દેશના સંબંધોને અતિ મહત્વપૂર્ણ બતાવ્યું. તેમણે કહ્યું કે, ભારત-સિંગાપુરના યુવાઓ પ્રતિભાશાળી છે અને કામ કરવાની ઘણી જ ઉત્સુકતા છે.
પીએમ મોદીએ બિઝનેસ કમ્યુનિટી ઇવેન્ટમાં સંબોધન કરતા એમ પણ કહ્યું કે, ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી અને ડિજિટલને કારણે વિકાસના કાર્યોમાં પણ ગતિ આવી છે. આ પહેલા પીએમ મોદી સિંગાપુરમાં જ્યારે વેપારી સમુદાયને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી-મોદી અને ભારત માતા કી જયના નારા વચ્ચે પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.