રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંતિમ અવશેષો ધરાવતા સ્થળ પર તકતી મૂકી અનાવરણ કરતા પીએમ મોદી
Live TV
-
વર્ષ 1948માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના અંતિમ અસ્થિઓનું ભારત સહિત દુનિયાભરના નેતાઓએ વિસર્જન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોર યાત્રામાં અંતિમ દિને કલીફોર્ડ પાયરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંતિમ અવશેષો ધરાવતા સ્થળ પર તકતી મૂકી અનાવરણ કર્યું હતું.
વર્ષ 1948માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના અંતિમ અસ્થિઓનું ભારત સહિત દુનિયાભરના નેતાઓએ વિસર્જન કર્યું હતું. તકતીના અનાવરણ બાદ PM મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ઓર્કિંડ ઉદ્યાનની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ત્યારબાદ શ્રી મરિયમ્મન મંદિરના દર્શન કર્યા હતા. મરિયમ્મન મંદિરમાં તેમણે પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વર્ષ અઢાર સો અઠિયાવીસમાં દક્ષિણ ભારતના નારાયણન પિલ્લઈએ માતાજી મરિયમ્મનનું મંદિર બાંધ્યું હતું. દ્રવિડિયન ઈન્ટિરીયર તથા એકસ્ટીરીયર ડિઝાઈનથી બનાવેલું મંદિર વિશ્વભરમાં વિશેષ ઓળખ ધરાવે છે. ત્યારબાદ તેઓ ચૂલિયા મસ્જિદમાં પણ ગયા હતા. સિંગાપોરની ત્રણ દિવસની યાત્રાના અંતિમ દિવસે ચાંગી નૌ-સૈનિક બેઝની મુલાકાત લીધી હતી. ભારતીય નૌ - સૈનિક જહાજ INS સતપુડાની મુલાકાત લીધી હતી. ભારતીય નૌ-સેના તથા રોયલ સિંગાપોર નેવી અધિકારીઓ તથા નાવિકો સાથે વાતચીત કરી હતી