ભારત સહીત 9 દેશોએ WTO ને 3 વર્ષ માટે બૌદ્ધિક સંપદા અધિકારથી મુક્ત કરવા કરી માંગ
Live TV
-
ભારત, દ.આફ્રિકા અને 7 અન્ય દેશોએ વિશ્વ વેપાર સંગઠનને કોરોના ઉપચાર સાથે જોડાયેલા ટેક્નોલોજી અને ઉત્પાદનને 3 વર્ષ માટે બૌદ્ધિક સંપદા અધિકારથી મુક્ત કરવા કરી માંગ, 31 મેના રોજ આ નવા પ્રસ્તાવ પર થશે ચર્ચા.
ભારત, દક્ષિણ આફ્રિકા અને અન્ય સાત દેશોએ વિશ્વ વ્યાપાર સંગઠનને કોરોના ઉપચાર સાથે સંબંધિત ઉત્પાદનો અને ટેક્નોલોજી 3 વર્ષ માટે બૌદ્ધિક સંપદા અધિકાર કાયદાથી મુક્ત રાખવાની માંગ કરી છે. બૌદ્ધિક સંપદા અધિકારની વેપાર સંબંધિત પરિષદ આગામી 31 મી મેના રોજ, આ નવા પ્રસ્તાવ પર વિચાર વિમર્સ કરશે.
આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યુ છે કે, કોરોનાના ઉપચાર સંબંધિત ઉત્પાદનો અને ટેક્નોલોજી પર છૂટને વ્યાવહારિક દ્રષ્ટિથી જોવા અને વિનિર્માણને આર્થિક રૂપથી સરળ બનાવવાની જરૂર છે. આ પ્રસ્તાવમાં સ્વાસ્થ્ય ઉત્પાદનો અને પ્રૌધોગિકીઓ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. તેમાં કોવીડના નવા વેરિયેન્ટને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાના ગત પ્રસ્તાવમાં કોરોનાના ઉપચાર અને નિયંત્રણ પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો.
