મિસ્રની રાજધાની કાઈરોમાં મોટી રેલ દુર્ઘટના
Live TV
-
મિસ્રમાં મુસાફરોથી ભરેલી ટ્રેનનાં ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા 98 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યાં છે. આ અકસ્માત રાજધાની કાઈરોની ઉત્તરમાં બન્યો છે. મિસ્રમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન અકસ્માતોની ઘટના બની રહી છે. આ અકસ્માત કલિયુબિયા પ્રાંતનાં બાન્હા શહેરમાં બન્યો છે. અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. આ ટ્રેન કાહિરાથી મંસૌર જઇ રહી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. આ અકસ્માતનાં કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
