Skip to main content
Settings Settings for Dark

મોરિશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરુધ જગન્નાથના માનમાં આજે એક દિવસીય રાજકીય શોક

Live TV

X
  • મોરિશિયસના દિવંગત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અનિરુધ જગન્નાથના માનમાં આજે ભારતમાં પણ એક દિવસીય રાજકીય શોક પાળવામાં આવ્યો. જગન્નાથ ગુરુવારે અવસાન પામ્યા હતા. રાજ્યના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અનિરુધ જગન્નાથના નિધનના શોકની નિશાની તરીકે, રાષ્ટ્રધ્વજ દેશના તમામ સરકારી ઇમારતો પર અડધો નીચો કરવામાં આવશે અને કોઈ સરકારી કાર્યક્રમો નહીં થાય.

    અનિરુધ મોરિશિયસ ઓક્ટોબર 2003 થી માર્ચ 2012 સુધી મોરિશિયસના પ્રમુખ રહ્યા હતા. આ પહેલા, તેઓ જૂન 1982 થી ડિસેમ્બર 1995, સપ્ટેમ્બર 2000 થી ઓક્ટોબર 2003 અને ડિસેમ્બર 2014 થી જાન્યુઆરી 2017 સુધી દેશના વડાપ્રધાન પણ હતા. ભારતીય મૂળના અનિરુદ્ધને પણ ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ અને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોરિશિયસના પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું છે કે, અનિરુધ જગન્નાથના નેતૃત્વ હેઠળ મોરિશિયસમાં ઘણાં વિકાસ કાર્યો થયા છે અને ભારત-મોરિશિયસની મિત્રતાને નવી ઉંચાઈએ પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અનિરુદ્ધ જગન્નાથનો આધુનિક મોરિશિયસ બનાવવામાં મોટો ફાળો રહ્યો છે, અને હિંદ મહાસાગર ક્ષેત્રના સૌથી સારા નેતાઓમાં તેમની ગણતરી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનિરુધના પુત્ર અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ સાથે પણ ફોન પર વાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply