Skip to main content
Settings Settings for Dark

જાણો પર્યાવરણ દિવસ શું કામ ઉજવવામાં આવે છે, અને શું છે આ વર્ષની થીમ?

Live TV

X
  • દર વર્ષે આજનો દિવસ એટલે કે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. જેનો ઉદેશ્ય છે - લોકોને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવા. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે તે જાણવું ખુબ જ જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. વન અધિકારી અરવિંદ વર્માએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે.

    પર્યાવરણ દિવસની દર વર્ષની એક અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 'Ecosystem Restoration' રાખવામાં આવી છે. જેનો મતલબ છે - ઈકોસિસ્ટમની પુન:સ્થાપના. સ્પષ્ટ શબ્દોમાં તેનો મતલબ છે પૃથ્વીને એકવાર ફરીથી સારી સ્થિતિમાં લાવવી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply