Skip to main content
Settings Settings for Dark

મ્યાનમારમાં સુરક્ષા દળે 38 પ્રદર્શનકારીઓની ગોળી મારીને હત્યા કરી

Live TV

X
  • આ અગાઉ ગત રવિવારે સુરક્ષા દળોએ 18 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

    મ્યાંમારમાં સૈનિક સત્તા પલટના વિરોધમાં નાગરિકો દ્વારા દેખાવો ચાલી રહ્યા છે. નાગરિકોના આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં 38 પ્રદર્શંકારીઓના મોત નિપજ્યાં હતા. ડઝનો વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. યાંગૂન અને હમાનમા સહિતના શહેરોમાં સુરક્ષા દળોએ પ્રદર્શન કરી રહેલા લોકો ઉપર ફાયરિંગ કર્યું હતું.

    વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટેની અપીલ

    આ અગાઉ ગત રવિવારે સુરક્ષા દળોએ 18 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ દરમિયાન આસિયાન દેશોના દસ વિદેશ મંત્રીઓની વચ્ચે વર્ચ્યુયલ બેઠક યોજાઇ હતી. જેમાં કોઈ સફળતા મળી ન હતી. આસિયાન દેશોના વિદેશ મંત્રીઓએ મ્યાંમારની સેનાને અપદસ્ય નેતા આંગ સાન સૂકીને છોડી મૂકવા અને વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટેની અપીલ કરી હતી.     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply