મ્યાનમારમાં સૈન્ય સત્તા પલટ વિરુધ્ધમાં પ્રદર્શન કરતા લોકો વિરૂધ્ધ પોલીસે ગઇકાલે ગોળીબાર
Live TV
-
મ્યાનમારમાં સૈન્ય સત્તા પલટ વિરુધ્ધમાં પ્રદર્શન કરતા લોકો વિરૂધ્ધ પોલીસે ગઇકાલે ગોળીબાર કર્યો હતો. જેમા 18 પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા છે. સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે તેને સત્તા પલટના વિરોધમાં કરવામાં આવતી રેલીઓનો સૌથી ઘાતક દિવસ ગણાવ્યો હતો. મ્યાનમારના ઘણા શહેરો જેમકે યંગુન, દવેન, અને મંડાલેમાં લોકોના મૃત્યુની ખબરો આવી રહી છે. પોલીસ તરફથી ગોળીઓ અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ગત 1 ફેબ્રુઆરીએ શરુ થયેલ સૈન્ય સત્તા પલટ બાદ ધણા અઠવાડિયા સુધી ચાલેલ શાતિપૂર્ણ વિરોધ બાદ શનિવારથી હિંસક બળ પ્રયોગ શરૂ કર્યો છે. નવેમ્બરમાં થયેલ ચૂટણીમાં સુચીની પાર્ટી એ જોરદાર જીત મેળવી હતી. જોકે સેનાએ ગોટાળો થયાની વાત કહીને પરિણામ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
