વૈશ્વિક મહામારી કોરોના સામે લડાઇમાં જોન્સન એન્ડ જોન્સનની રસીને મંજૂરી
Live TV
-
કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત દેશમાં અમેરીકા સૌથી આગળ છે.
દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ 11 કરોડ 46 લાખ થી વધુ થયા છે. આ સંક્રમણથી 25 લાખ 42 હજાર થી વધુ લોકોના મૃત્યું થયા છે. જોકે સારવાર બાદ વિશ્વમાં 9 કરોડથી વધુ લોકો સાજા પણ થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત દેશમાં અમેરીકા સૌથી આગળ છે. અમેરીકામાં કેસની કુલ સંખ્યા 2 કરોડ 92 લાખથી વધુ થઇ છે. અમેરીકામાં કોરોનાથી મૃત્યુંઆંક 5 લાખ 25 હજારને પાર થયો છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમણથી 2 લાખ 55 હજાર થી વધુ લોકોના મોત થયા છે. ફાન્સમાં કોરોનાથી 37 લાખ 55 હજાર લોકો સંક્રમીત થયા છે. અમેરીકામાં કોરોના મહામારીની સામેની લડાઇમાં જોન્સન એન્ડ જોન્સનની વેકસીનને મંજુરી મળી છે. ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને જોન્સન એન્ડ જોન્સન ની વેકસીનને ત્રીજી વેકસીન ના રૂપમાં લગાવવાની મંજુરી આપી છે.. આ વેકસીનનો માત્ર એક ડોઝ કોરોના સામે ઘણો જ સફળ છે. ફાઇઝર અને મોઝોના વેકસીનની તુલનામાં આ વેકસીન અસરકારક છે. ત્રીજી વેકસીનને મંજુરી મળ્યા બાદ અમેરીકામાં રસીકરણ અભિયાનને સારી રીતે આગળ વધારી શકાશે. જ્યારે ટોચના વહિવટી અધિકારીઓએ કહ્યું કે જોન્સન એન્ડ જોન્સન વેકસીનની પ્રારંભીક ડિલેવરી મંગળવાર થી શરૂ થવાની આશા છે. જેનાથી દેશભરમાં રસીકરણ અભિયાનમાં ગતી મળી શકશે. તેમણે તમામ દેશવાસીઓને રસી લેવાનો આગ્રહ કર્યો છે.
