Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં 30 માર્ચથી શાળાઓ ખુલશે

Live TV

X
  • મહામારી પર કાબુ મળી રહ્યો છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે ધીમે ધીમે શરુ થઇ રહી છે એવામાં બાંગ્લાદેશમાં 30 માર્ચથી શાળાઓ ખુલવાનો નિર્ણય એવામાં આવ્યો છે..

    બાંગ્લાદેશની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ 30 માર્ચે ફરી ખુલશે.શનિવારે ધાકામાં આની જાહેરાત કરતા શિક્ષણ પ્રધાન દીપુ મોનીએ કહ્યું હતું કે, તેમની અધ્યક્ષતામાં આંતર પ્રધાન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.બાંગ્લાદેશમાં 7 માર્ચે પહેલો કોરોના પોઝિટિવ કેસ મળ્યા બાદ ગયા વર્ષે 17 માર્ચથી દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી છે.શિક્ષણમંત્રીએ જાહેરાત કરી કે પાંચમા ધોરણના વર્ગ, અને એસ.એસ.સી., અને એચ.એસ.સી. ના ઉમેદવારોનો વર્ગ દૈનિક ધોરણે લેવામાં આવશે.
    નવમા અને બારમા વર્ગના વિદ્યાર્થીઓ અઠવાડિયામાં બે વાર વર્ગોમાં ભાગ લેશે. અન્ય વર્ગના વિદ્યાર્થીઓ અઠવાડિયામાં એકવાર વર્ગ લેશે.તમામ વર્ગો માટે સામાન્ય કામગીરી કોરોના પરિસ્થિતિમાં સુધારણાને આધારે ફરી શરૂ થશે.30 માર્ચે શાળા ખુલતા પહેલા શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.આ અગાઉ, 22 ફેબ્રુઆરીએ સરકારે જાહેરાત કરી હતી કે કોલેજો અને યુનિવર્સિટીઓ 24 મેથી વર્ગ શરૂ કરશે અને હોસ્ટેલ 17 મેથી શરૂ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply