યમનના સોકોટ્રા ટાપુથી 38 ભારતીયોને બચાવી લેવાયા
Live TV
-
નૌકાદળ દ્વારા ઓપરેશન નિસ્ટાર શરૂ કરી દસ દિવસ પહેલાં યમનના દરિયાકિનારે ત્રાટકેલા મેકુનુ ચક્રવાતમાં ફસાયેલ ભારતીઓને બચાવવા.
ભારતીય નૌકાદળે યમનના સોકોટ્રા ટાપુથી 38 ભારતીયોને બચાવી લીધાના સમાચાર મળી રહ્યાં છે. દસ દિવસ પહેલાં યમનના દરિયાકિનારે ત્રાટકેલા મેકુનુ ચક્રવાતમાં, ફસાયેલ ભારતીઓને બચાવવા માટે નૌકાદળ દ્વારા ઓપરેશન નિસ્ટાર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે સફળતાપૂર્વક તમામે તમામ 38 ભારતીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. તમામ 38 લોકો સુરક્ષિત હોવાનું નૌકાદળના પ્રવક્તા જણાવી રહ્યાં છે. વધુ માહિતી આપતા નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું કે, નૌકાદળે આ બચાવ કાર્ય માટે એક વિશેષ ઓપરેશન યમનના સોકોટ્રાના દરિયાકિનારાથી શરૂ કર્યું હતું, જેમાં ભારતીય નૌકાદળના I.N.S. સુનૈનાની મદદ લેવામાં આવી હતી. મળી આવેલ તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે તબીબી સાર સંભાળ, ખોરાક, પાણી અને ટેલિફોન સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.