દક્ષિણ આફિકામાં સુષમા સ્વરાજે બ્રિક્સના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
ભારત, બ્રાઝિલ તેમજ દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા સંભાળશે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા સુષમા સ્વરાજ સોમવારે બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ભારત, બ્રાઝિલ તેમજ દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા સંભાળશે. પ્રિટોરિયા પહોંચતા સુષ્મા સ્વરાજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ સિરિલ રામાફોસાની મુલાકાત લીધી હતી. સુષમા સ્વરાજ સાતમી જૂન સુધી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જે દરમિયાન તેઓ ત્યાંના ટોચના નેતાઓને મળશે. તેઓ દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીને પણ મળ્યા અને દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી. પ્રિટોરિયા પહોંચતા અગાઉ રવિવારે સુષમા સ્વરાજ થોડીવાર માટે મોરેશિયસમાં રોકાયા હતા. જ્યાં તેમણે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે મોરેશિયસમાં યોજાનારા વિશ્વ હિન્દી સંમેલન 2018ની તૈયારી સહિતના મહત્વના મુદ્દે વાતચીત થઈ હતી.