વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠીત ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી નવાજવામાં આવશે
બીસ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠીત ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી નવાજવામાં આવશે. મહાત્મા ગાંધીને અંજલિ આપવા બીજી ઓકટોબર 2014 ના રોજ ભારતમાં સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરીને સ્વચ્છતા અને સુખાકારીની દિશામાં કરેલા પ્રદાન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આ એવોર્ડથી નવાજવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના કાર્યક્રમો દરમિયાન ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે એવોર્ડ એનાયત સમારંભ યોજાશે. સ્વચ્છ ભારત મિશનને કારણે જ દેશના છ લાખ ગામડાં ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થયા છે.