બ્લુમબર્ગ બિઝનેસ ફૉરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
Live TV
-
આઈબીએમ, વૉલમાર્ટ, માસ્ટર કાર્ડ સહિત 43 વિશાળ કંપનીઓના સીઇઓને બ્લુમબર્ગ બિઝનેસ ફૉરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. ભારતમાં વેપાર માટે સાનુકૂળ વાતાવરણ હોઈ મૂડીરોકાણ માટે કર્યું આહ્વાન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે, ન્યુયોર્કમાં આયોજીત , બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન કર્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સાથે સાથે , બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનસ ફોરમમાં, 43 મોટી કંપનીઓના સીઇઓ અને સરકારના પ્રમુખ સામેલ થયા હતા. "વૈશ્વિક સ્થિરતા" એ , આ સંમેલનનો મુખ્ય એજન્ડા છે. સંમેલનને પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ભારતની જનતાએ એવી સરકાર ચૂંટી છે કે જેણે દેશમાં ધંધાકીય વાતાવરણને સુદ્રઢ કરવા માટે મજબૂત પગલાં લીધા છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્ણય અંગેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. તો વિકાસ કાર્યમાં અડચણરૂપ 50થી વધુ કાયદાઓને નાબૂત કરી દેવાયા છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં રોકાણ કરવાની આ સુવર્ણ તક છે. તેમણે વધુમાં જણાવ્યુ કે અમે 5 ટ્રીલીયન ડોલરની ઈકોનોમી હાંસલ કરવા કમર કસી છે. પ્રધાનમંત્રીએ ચાર ફેક્ટર ડેમોક્રસી. ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસીવનેસની વાત કરી હતી અને કહ્યુ કે જયારે ડેમોક્રેસી, પોલીટીકલ સ્ટેબીલીટી, પોલીસી પ્રોડક્ટીબલ હોય અને જ્યુડિશ્યલ ઈન્ડિપેન્ડન્ટ હોય ત્યારે ઈન્વેસ્ટમેન્ટની સેફ્ટી, સિક્ટોરીટી અને ગ્રોથની શક્યતા આપોઆપ વધી જાય છે.