સિરીયામાં જોવા મળ્યો શાંતિનો માહોલ
Live TV
-
સેફઝોનનું મિશન પૂર્ણ કરવા શરૂ રહેશે હુમલાઃતુર્કી રાષ્ટ્રપતિ
સીરિયામાં કેટલા દિવસ બાદ કાલે શાંતિનો માહોલ જોવા મળ્યો. જો કે તુ્ર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે જ્યાં સુધી સેફઝોન બનાવવાનું તેમનું મિશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઉત્તરી સીરિયામાં તેના હુમલા ચાલું રહેશે. આર્દવાને આ મામલામાં વિદેશી નેતાઓની મધ્યસ્થતાના પ્રસ્તાવને પણ ઠુકરાવી દીધો છે. તુ્કી તેની સીમા સાથે લાગેલા રશિયાના ભાગથી કુર્દ લડાકુને હટાવીને ત્યાં 32 કિલોમીટર સુધીનો એક સેફઝોન બનાવવા ઇચ્છે છે. જ્યાં 20 લાખ શરણાર્થીઓને આશરો આપવા માંગે છે. આ બઘી જ સ્થિતિની વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેઇન્સ અને માઇક પોમ્પિયોની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળ આજે તૂર્કીના રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરશે અને હુમલા રોકવા માટે સમજાવવાની કોશિશ કરશે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે કુર્દ સેના વિરૂદ્ધ તૂર્કીના હુમલા અમેરિકાની સમસ્યા નથી. ટ્રમ્પે ઉતર પૂર્વીય સિરીયાથી સુરક્ષાદળના પરત બોલાવી લેવાનો તેના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું કે અમેરિકા આ અંતહિન યુદ્ધનો ભાગ નહીં બને