હવાઇઃ જ્વાળામુખીનું વિકરાળ સ્વરૂપ; મકાનો સ્વાહા, 1700 લોકોનું સ્થળાંતર
Live TV
-
અમેરિકાના હવાઇ ટાપુમાં ફાટેલા કિલાઉ જ્વાળામુખીના લાવામાં અત્યાર સુધી 35 જેટલાં મકાનો અને બિલ્ડિંગ આગમાં ખાક થઇ ગઇ છે.
જ્વાળામુખીને કારણે હવાઇ ઓથોરિટીએ વધુ 17,00 લોકોને તાત્કાલિક અન્યત્રે ખસી જવાના આદેશ આપ્યા છે. છેલ્લાં 5 દિવસમાં હવાઇમાં 500થી વધુ ભૂકંપના આંચકાઓ આવ્યા છે. જેમાં 13 આંચકા 4ની તીવ્રતાથી ઉપર હતા, જ્યારે સૌથી મોટો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. જ્વાળામુખી ફાટ્યા બાદ પણ આવતા આફ્ટરશોકના કારણે વધુ તિરાડો પડી રહી છે. અમેરિકાના સાયન્ટિટ્સના જણાવ્યા અનુસાર, આ તિરાડોમાંથી વધુ લાવા નિકળવાની શક્યતાઓ છે. પરંતુ લાવા ફેલવાની દિશા કઇ તરફની હશે તે કહેવું મુશ્કેલ છે. કિલાઉ વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે જેણે સોમવાર સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવાઇ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વારંવાર આવતા ભૂકંપના કારણે 330 ફૂટ ઊંચાઇ સુધી લાવા ઉછળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર 1.85 લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે.