હવાઈ આઈલેન્ડ પર કિલાઉ જ્વાળામુખીની ભયજનક તસ્વીરો
Live TV
-
235 ફૂટ ઉંચે સુધી ઉડતો જોવા મળ્યો લાવા
હવાઇમાં કિલાઉ જ્વાળામુખીનો લાવા હવામાં 235 ફૂટ સુધી ઉડી રહ્યો છે, આ ઉંચાઇ 23 માળની બિલ્ડિંગ જેટલી છે. લાવાના કારણે અત્યાર સુધી 30 જેટલાં ઘરોને નુકસાન પહોંચ્યું છે.
લાવા અને ધૂમાડાના કારણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે 2,000 જેટલાં વધુ લોકોએ સ્થળાંતર કર્યુ છે. કારણ કે, હવે જેટલાં પણ લોકો આ એરિયામાં રહેશે તેઓને જીવનું જોખમ છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે 24 કલાકમાં 250થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. 6.9ની તીવ્રતાના આંચકાના કારણે કિલાઉ જ્વાળામુખી ફાટ્યો હતો.યુટ્યુબ પર કિલાઈ જ્વાળામુખીનો આ દિલધડક વિડિયો ખૂબ જોવાઈ રહ્યો છે.