અમેરિકાએ ઉત્તર કોરિયા સાથે સિંગાપૂરમાં થનારી બેઠક રદ્દ કરી
Live TV
-
ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ આપલા ઉશ્કેરણી જનક અને વિવાદાસ્પદ નિવેદનો બાદ હવે આ બેઠક યોજવી યોગ્ય નથી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે , 12મી જૂને સિંગાપોરમાં ઉત્તર કોરિયાના વડા , કિમ જોંગ ઊન સાથે યોજનારી બેઠક , ગઈકાલે અચાનક રદ કરી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું , કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ આપલા , ઉશ્કેરણી જનક અને વિવાદાસ્પદ નિવેદનો બાદ , હવે આ બેઠક યોજવી યોગ્ય નથી. આ અગાઉ ગઈકાલે અમેરિકી ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સે , ઉત્તર કોરિયાને કડક ભાષામાં ચેતવણી આપતા કહ્યું હતું , કે તેનો પણ , લિબિયાની જેમ સફાયો થઈ જશે. જોકે ઉત્તર કોરિયાએ , પેન્સના આ નિવેદન અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પ સાથેની બેઠક રદ થતાં અગાઉ , ઉત્તર કોરિયાએ પોતાના એક માત્ર પરમાણુ પરિક્ષણ સ્થળને પણ , શ્રેણીબધ્ધ વિસ્ફોટો કરીને , તોડી પાડ્યું હતું. વધતી તંગદિલીને ડામવા , ઉત્તર કોરિયાએ આ પગલું ભર્યાનું, માનવામાં આવે છે.