કેનેડાના ઓંટારિયોમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ
Live TV
-
બ્લાસ્ટમાં આશરે 15 લોકો ઘાયલ તો ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
કેનેડાના ઓંટારિયોમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં આશરે 15 લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, તેઓ આતંકી એંગલથી પણ બ્લાસ્ટની તપાસ કરી રહી છે. કેનેડાની સમાચાર વેબસાઇટ સીબીસી ન્યૂઝ પ્રમાણે બ્લાસ્ટ ઓંટારિયોની હરોંટારિયો સ્ટ્રીટ અને એગ્લિટન એવન્યૂ નજીક સ્થિત બોમ્બે ભેલ નામની રેસ્ટોરન્ટમાં થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે સારવાર માટે ટોરંટો ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સીબીસી ડોટ કેનાડા પ્રમાણે પોલીસે હજી આ વાતની પુષ્ટિ નથી કરી કે બિલ્ડિંગમાં કઇ જગ્યા પરથી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ વખતે બિલ્ડીંગમાં કેટલા જણ હતાં તે પણ હજી જાણી શકાયું નથી. પોલીસ બ્લાસ્ટમાં કોઇ સંદિગ્ધની ભૂમિકાની તપાસમાં પણ લાગી ગઇ છે. કેનેડાના પીલ પેરામેડિક્સે ટ્વિટર પણ જાણકારી આપી છે કે તેમણે બોમ્બે ભેલ રેસ્ટોકન્ટથી 15 ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા છે જેમાં ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના પછી પણ રેસ્ટોરન્ટને ખાલી કરાવવામાં આવી છે. જણાવવામાં આવે છે કે તપાસ માટે બિલ્ડીંગને સીલ કરવામાં આવી શકે છે.