ભારત અને નેધરલેન્ડ વચ્ચે કૃષિ, આઇટી, આરોગ્ય ક્ષેત્રે થયા કરાર
Live TV
-
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રટ પોતના પ્રતિનિધિ મંડળ સાથે બે દિવસની યાત્રાએ ભારતમાં છે.
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રટ પોતના પ્રતિનિધિ મંડળ સાથે બે દિવસની યાત્રાએ ભારતમાં છે. દિલ્હી સ્થિત હેદ્રાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશના વેપારી સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ભારત અને નેધરલેન્ડ વચ્ચે શિક્ષણ, કૃષિ, આઈટી, અને આરોગ્ય સહિતના ક્ષેત્રે , સાત કરારા પણ થયા હતા. દ્વીપક્ષીય સંબંધો પર સમીક્ષા કરવા સાથે નેધરલેન્ડના પી.એમ.એ ગંગા સફાઇ અભિયાન સેમિનારમાં ભાગ લીધો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના MOU પર નેધરલેન્ડના પીએમએ હસ્તાક્ષર કરતા નેધરલેન્ડ, ઇન્ટર નેશનલ સોલર એલાયન્સનું સદસ્ય બની ગયું છે. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડના પીએમ સાથે ડેપ્યુટી પીએમ વિદેશ વેપાર અને વિકાસ મંત્રી તેમજ જળ પ્રબંધન મંત્રી સામેલ છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રેડ ડેલિગેશન છે જે નેધરલેન્ડથી ભારત આવ્યું છે.