પ્રધાનમંત્રી મોદી 29 મે થી ઇન્ડોનેશિયા-સિંગાપોરના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રની એક્ટ ઇસ્ટ નીતિને આગળ ધપાવતા 29મી મે થી બીજી જૂન સુધી ઇન્ડોનેશિયા અને સિંગાપોરના પાંચ દિવસીય પ્રવાસે રવાના થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રની એક્ટ ઇસ્ટ નીતિને આગળ ધપાવતા 29મી મે થી બીજી જૂન સુધી ઇન્ડોનેશિયા અને સિંગાપોરના પાંચ દિવસીય પ્રવાસે રવાના થશે. આ પ્રવાસના પહેલા તબક્કામાં તેઓ ઇન્ડોનેશિયા અને બીજા તબક્કામાં સિંગાપોર જશે. તેઓ ઇન્ડોનેશિયાના નેશનલ મ્યૂઝિયમમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે. જેમાં ખાસ કરીને રામાયણ અને મહાભારતને રજૂ કરાશે. પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ જોકો વિડોડોને મળશે. બંને દિગ્ગજો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બીજા તબક્કામાં સિંગાપોરના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંના ટોચના 20 સીઈઓ સાથે ભારતમાં રોકાણ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ સાંગરી લા ડાયલોગમાં પણ મુખ્ય વક્તા તરીકે પોતાની વાત રજૂ કરશે.