ISISએ સીરિયાના સૈનિકને હ્યુમન બોમ્બ બનાવી આપ્યું મોત
Live TV
-
ISIS આતંકવાદીઓનો ટોર્ચર કરવાનો દોર હજુ સુધી ખતમ નથી થયો. તેઓએ બંધકને જાનથી મારી નાખવાની એક નવી રીત શોધી છે.
ISIS આતંકવાદીઓનો ટોર્ચર કરવાનો દોર હજુ સુધી ખતમ નથી થયો. તેઓએ બંધકને જાનથી મારી નાખવાની એક નવી રીત શોધી છે. આતંકીઓએ એક બંધકને હ્યુમન બોમ્બ બનાવીને બિલ્ડિંગથી નીચે ફેંકી દીધો. આતંકી સંગઠને સીરિયાના યારમોક એરિયાના આ ફોટોગ્રાફ્સ રિલીઝ પણ કર્યા છે. આ એ જ સ્થળ છે જે આજે પણ આઇએસઆઇએસના કંટ્રોલમાં છે.
ગરદનને કરી સેટ, માથા પર બાંધ્યો બોમ્બ
- ઘટનાના સામે આવેલા ફોટોગ્રાફ્સમાં આઇએસઆઇએસ આતંકવાદીએ બંધકને લાકડીની ફટ્ટીઓ અને કોર્ટથી બાંધીને રાખ્યો છે.
- બંધકની ગરદનને એવી રીતે સેટ કરી જેથી તે વળે અને નીચે ફેંકવામાં આવે ત્યારે તેની ગરદન સીધી જમીન સાથે ટકરાય.
- તેને એક્સપ્લોઝિવ ભરેલું એક હેલમેટ પણ પહેરાવવામાં આવ્યું અને તેની ઉપર બોમ્બનું એક ટ્રીગર ફિટ કરવામાં આવ્યું.
- આતંકીઓએ જ્યારે બંધકને બિલ્ડિંગ પરથી ફેંક્યો તો તે સીધો જમીન પર પડ્યો. ત્યારબાદ થયેલા જોરદાર બ્લાસ્ટમાં બંધકનું માથું ધડથી અલગ થઇ ગયું.
- IS આતંકીઓએ પ્રોપગેન્ડા ચેનલ પર બંધકની અલગ ક્લિપ પણ દર્શાવી જેમાં તે પોતાના મોતની વાતો વાંચી રહ્યો છે.
- જો કે, એ જાણકારી નથી મળી કે બંધકનો અપરાધ શું છે અથવા આ માત્ર સીરિયન અને રશિયન ફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલાઓનું રિએક્શન હતું.
- ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇલાકમાં પોતાની જમીન ગુમાવી ચૂક્યું છે. યારમોક ડિસ્ટ્રિક્ટ અંતિમ ગઢ છે, જ્યાં તેઓનો કંટ્રોલ છે.