લીબિયામાં ચૂંટણી કમિશનના મુખ્ય મથકે આત્મઘાતી હુમલો, 11 લોકોના મોત
Live TV
-
લીબિયામાં ચૂંટણી કમિશનની મુખ્ય ઓફિસ આતંકવાદી હુમલામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
લીબિયામાં સ્થિત ચૂંટણી કમિશનની ઓફિસમાં 2 હુમલાખોર ધસી આવ્યા હતા અને તેમની જાતને ઉડાવી દીધી હતી. ચૂંટણી પંચના પ્રવક્તાનું કહેવું છે કે, તેમણે બે આતંકીઓને જોયા હતા. બન્ને આતંકી પૈકી એક આતંકી સુસાઇડ બોમ્બથી પોતાને ઉડાવી દીધો હતો, જ્યારે અન્ય એક આતંકી બિલ્ડિંગને આગ લગાવી રહ્યો હતો.
પ્રવક્તાના કહેવા મુજબ આતંકી હુમલામાં ચૂટણી પંચના ત્રણ કર્મચારી અને સુરક્ષા દળના ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે. આતંકી હુમલાની જવાબદારી હજુસુધી કોઇપણ આતંકી સંગઠને નથી સ્વીકારી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક