અબુધાબીમાં 'ગુજરાત સ્થાપના દિન'ની ઉજવણી, ગુજરાતી સમાજ ગરબે ઘૂમ્યો
Live TV
-
ગુજરાતના સ્થાપના દિનની આજે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે 1લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. આજના દિવસે ગુજરાત રાજ્ય સ્વતંત્ર થયું હતું. ગુજરાતના સ્થાપના દિનની આજે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે વિશ્વભરના દેશોમાં પણ વસતા ગુજરાતીઓ દ્વારા આ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવતી હોય છે.
એવામાં અબુધાબીમાં વસતા ગુજરાતી સમાજ દ્વારા પણ આ પ્રસંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના પગલે ગલ્ફ કન્ટ્રીઝમાં પણ ગરબાનો નાદ ગૂંજ્યો હતો. ઇસ્લામિક દેશ અબુધાબીમાં પણ ૧લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી ગુજરાતી સમાજ દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાતી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 150 થી વધુ ગુજરાતી કલાકારોએ રંગમંચ ઉપર રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઉપરાંત ગુજરાતની ગરિમા જાળવતા નાટકને પણ મંચ પર રજૂ કરાયું હતું.