ઇરાનએ પરમાણુ સમજૂતી તોડી : નેતન્યાહૂ
Live TV
-
ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલને મળેલી હજારો દસ્તાવેજોથી એ વાતની જાણ થાય છે કે, ઇરાને સમગ્ર દુનિયાને જુઠ કહ્યું છે કે, તેમણે ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરી નથી.
નેતન્યાહૂએ કહ્યું કે, ઇરાને વર્ષ 2015માં ઇરાને ખુદ ઉપર લગાવેલ પ્રતિબંધોને હટાવવાના બદલે ઉર્જા માટે બનેલ પોતાના પરમાણુ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લગાવવાની વાતનો સ્વીકા કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ સ્થિતિને સ્વીકાર કરી શકાતી નથી. અને ઈરાન સામે પરમાણુ સમજૂતિ ઉપર 12 મે પહેલા તે પોતાનો નિર્ણય જણાવશે. યુરોપીય દેશોનું કહેવું છે કે, તેઓ ઇરાન સાથેની સમજૂતી યથાવત્ રાખવા ઇચ્છે છે.