Israel ના હવાઈ હુમલામાં 51 લેબનીઝના મૃત્યુ નોંધાય અને 223 નાગરિકો ઘાયલ
Live TV
-
લેબનોનના લગભગ 90 ગામો અને નગરોને નિશાન બનાવ્યા હતાં
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 51 લોકો માર્યા ગયા છે અને 223 લોકો ઘાયલ થયા છે. અહેવાલ મુજબ મંત્રાલયે 25 ઓગસ્ટના રોજ દક્ષિણ અને પૂર્વીય લેબનોનના કેટલાક સ્થળોએ જાનહાનિની પુષ્ટિ કરી હતી. જેમાં બિન્ત જબીલ, આઈન કાના, કબ્રીખા અને ટેબ્નાઈનનો સમાવેશ થાય છે.
લેબનોનના લગભગ 90 ગામો અને નગરોને નિશાન બનાવ્યા હતાં
લેબનોનના સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ દક્ષિણ અને પૂર્વી લેબનોનના લગભગ 90 ગામો અને નગરોને નિશાન બનાવ્યા હતાં. જાનહાનિમાં લેબનીઝ અલ-મનાર ટીવીના ફોટો જર્નાલિસ્ટ કામેલ કરાકીનો સમાવેશ થાય છે, જેઓ દક્ષિણ-પૂર્વીય ગામ કંટારામાં હુમલામાં માર્યા ગયા હતાં. આ દરમિયાન, સ્થાનિક મીડિયાએ પણ બેરૂત નજીકના હુમલામાં ઓછામાં ઓછા સાત મૃત્યુ અને 16 ઘાયલ થયાના અહેવાલ આપ્યા છે, જેમાં રાજધાનીના ઉત્તર-પૂર્વમાં મેસરામાં ત્રણ મૃત્યુ અને ચૌફ જિલ્લામાં ચારનો સમાવેશ થાય છે.
ડેવિડ સ્લિંગ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને મિસાઈલને અટકાવી
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે 25 ઓગસ્ટે સવારે તેલ અવીવ પર પ્રહાર કરતી મિસાઈલ છોડી હતી, જેનાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં સાયરન વાગ્યું હતું. IDF એ કહ્યું કે તેણે ડેવિડ સ્લિંગ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને મિસાઈલને અટકાવી, જેમાં કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. સેનાએ વધુમાં કહ્યું કે તેણે દક્ષિણ લેબેનોનના નફાખિયાહમાં હિઝબુલ્લાહ લોન્ચરને નષ્ટ કરી દીધું.
2006 પછી લેબનોન પર સૌથી વધુ વ્યાપક ઈઝરાયેલ હુમલો છે
IDF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પરિસ્થિતિના મૂલ્યાંકન પછી બે રિઝર્વ ગ્રાઉન્ડ બ્રિગેડને ઈઝરાયેલ-લેબનોન સરહદ પર બોલાવ્યા હતાં, અને સૈનિકોને 'ઉત્તરી મોરચા પર ઓપરેશનલ પ્રવૃત્તિઓ માટે તૈનાત કરવામાં આવશે. તો ઈઝરાયેલી બોમ્બમારો પછી હિંસામાં વધારો થયો છે, જે 2006 પછી લેબનોન પર સૌથી વધુ વ્યાપક ઈઝરાયેલ હુમલો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે લેબનોનમાં બે દિવસના હુમલામાં 550 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 1,800 ઘાયલ થયા છે.