UNESCO: કચ્છના ખડીર બેટને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળવાની સંભાવના
Live TV
-
કચ્છમાં ભુજથી 300 કિલોમીટર દૂર ખડીર બેટ આવેલું છે. જ્યાં 5000 વર્ષ પહેલા હડપ્પા સંસ્કુતિનું નગર "ધોલાવિરા" હતું. જે અંગે કચ્છ જિયોલોજી યુનિવર્સીટીના પ્રોફેસર મહેશ ઠક્કર અને તેમની ટીમ દ્વારા છેલ્લા 30 વર્ષથી સંશોધનની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરીની ફળશ્રુતિરૂપે UNESCO દ્વારા આ સાઈટને હેરીટેજ સાઈટનો દરજ્જો આપવા માટેના વિવિધ પાસા ચકાસવામાં આવ્યા છે. આ માટે UNESCOની ટીમ એક સપ્તાહ સુધી કચ્છમાં આવી હતી. અને આ સાઈટને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપવા માટેના વિવિધ પાસાઓ અંગે ચકાસણી તેમજ સંશોધન કાર્ય અંગે પણ અભ્યાસ કર્યો હતો. આમ કચ્છમાં આગામી સમયમાં ખડીર બેટને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળવાનો માર્ગ મોકળો બન્યો છે. તો ધોળાવિરા ગામના સરપંચ જિલુભા સોઢાનું કહેવું છે કે કચ્છમાં ધોલાવિરા હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને તેમ છે. ત્યારે આગામી સમયમાં વિજળી, પાણી, અને રસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો સ્થાનિક સ્તેર ફાયદો મળી તેમ છે.
