Skip to main content
Settings Settings for Dark

ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોને ભેટ તરીકે કોરોના વેક્સિનના બે લાખ ડોઝ આપવાની જાહેરાત કરી

Live TV

X
  • વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંકલ્પ 2 હજાર 532ને ક્રિયાન્વંત પ્રસંગે આ જાહેરાત કરી હતી. તેમણે વેક્સિનના ક્ષેત્રમાં સક્રિયતાથી આંતરરાષ્ટ્રીયવાદને પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મૂક્યો હતો.

    ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોને ભેટ તરીકે કોરોના વેક્સિનના બે લાખ ડોઝ આપવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંકલ્પ 2 હજાર 532ને ક્રિયાન્વંત પ્રસંગે આ જાહેરાત કરી હતી. તેમણે વેક્સિનના ક્ષેત્રમાં સક્રિયતાથી આંતરરાષ્ટ્રીયવાદને પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, રસીની જરૂરિયાત કરતાં વધુ સંગ્રહખોરી, સામૂહિક આરોગ્ય સુરક્ષા સામેના અમારા પ્રયાસોને વ્યર્થ કરી દેશે. એસ. જયશંકરે કોવેક્સ, તંત્રના દાયરામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. જે ગરીબ દેશોને પર્યાપ્ત માત્રામાં વેક્સિન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેના ચાર દિવસ બાદ ભારતે વિભિન્ન દેશોને રસી ઉપલબ્ધ કરાવવા માટે વેક્સિન મૈત્રી અભિયાનનો આરંભ કર્યો હતો. ગત સપ્તાહોમાં ભૂટાન, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા, મોરિસીયસ અને સેશિલ્સ સુધી લાખોની સંખ્યામાં ભારત નિર્મિત રસીના ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply