અમદાવાદ - મુઝફ્ફરપુર સાપ્તાહિક ફેસ્ટિવલ વિશેષ ટ્રેન પુન: શરુ કરાઈ
Live TV
-
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 05270/05269 અમદાવાદ - મુઝફ્ફરપુર - અમદાવાદ સાપ્તાહિક ફેસ્ટિવલ વિશેષ ટ્રેનને ફરીથી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આ ટ્રેન રદ કરવામાં આવી હતી. અમદાવાદથી મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દર શનિવારે 12 જૂન 2021 થી 26 જૂન 2021 સુધી દોડશે. તેમજ મુઝફ્ફરપુરથી અમદાવાદ સ્પેશિયલ મુઝફ્ફરપુરથી દર ગુરુવારે 10 જૂન 2021 થી 24 જૂન 2021 સુધી ચાલશે.
સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, કમ્પોઝિશન, આવર્તન અને ટ્રેનોના કામકાજના દિવસો સંબંધિત વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર વિશેષ માહિતી મેળવી શકે છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.
