ભારત એચઆઈવી સામેની લડાઇમાં અન્ય દેશોની સાથે છે: ડૉ. હર્ષવર્ધન
Live TV
-
આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ કહ્યું કે, ભારત એચઆઈવી સામેની લડાઇમાં અન્ય દેશોની સાથે છે. એચઆઇવી / એડ્સથી બચાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75 મા અધિવેશનને સંબોધિત કરતાં ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે ભારત લગભગ દસ લાખ ચાલીસ હજાર લોકોને મફતમાં એન્ટી રેટ્રો વાયરલ ચિકિત્સા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એડ્સને આગામી દસ વર્ષમાં નાબૂદ કરવો હોય તો એચઆઇવી સંક્રમણને સંપૂર્ણપણે સમાપ્ત કરવું પડશે. આરોગ્ય મંત્રીએ સ્વાસ્થ્યકર્મીઓ અને પ્રાથમિક હરોળના કાર્યકર્તાઓ સહિત એ કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંષા કરી કે જેમણે કોવિડ -19 દરમિયાન પોતાનો જીવ જોખમમાં નાંખી પ્રત્યેક એચઆઇવી પીડિત સુધી દવાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે મહેનત કરી છે. એમણે કહ્યું કે ભારતના રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમમાં સંશોધન અને નવીનીકરણ કરી જ્યાં વધુ સંક્રમણવાળી વસ્તી હોય ત્યાં સુધી પહોંચવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
