કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાએ ના જતાં બાળકોનો ડેટા એકત્રિત કરી ઓનલાઇન મોડ્યુલ વિકસાવ્યું
Live TV
-
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો દ્વારા ઓળખ કરવામાં આવ્યા હોય, શાળાએ ના જતાં હોય તેવા બાળકોનો ડેટા એકત્રિત કરીને PRABANDH પોર્ટલ પર વિશેષ તાલીમ કેન્દ્રો સાથે વિશ્લેષણ કરવા માટે ઓનલાઇન મોડ્યુલ વિકસાવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જાણકારી આપી કે શાળાએ ના જતા હોય તેવા ઓળખ કરાયેલા બાળકો અને તેમના માટેના ખાસ તાલીમ કેન્દ્રોની માહિતી બ્લોક સંસાધન સંકલનકારો હેઠળ બ્લોક કક્ષાએ અપલોડ કરવામાં આવશે.તેમણે કહ્યું કે સમય પર યોજનાના મૂલ્યાંકન માટે સમગ્ર શિક્ષા પોર્ટલ પર ત્રિમાસિક પ્રગતિ અહેવાલ અને પુસ્તિકા પણ મૂકવામાં આવી છે.
