અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ભારતે પાયા વિહોણો ગણાવ્યો
Live TV
-
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ કરેલો દાવો પાયા વિહોણો છે. વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તરપૂર્વીય રાજ્ય જે ચીન સાથે સરહદ ધરાવે છે તે હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મેળવતા રહેશે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સંબંધમાં પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાઓને કોઈ માન્યતા મળતી નથી. તેઓએ ગયા અઠવાડિયે ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ ઝિયાઓગાંગ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપ્યો. કહ્યું ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 9 માર્ચે અરુણાચલ પ્રદેશમાં રોડ ટનલનું ઉદ્ઘાટન કર્યાના પછી આ ટનલ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે B.R.O. દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા એટલેકે L.A.C. નજીક 13,000 ફૂટની ઉંચાઈ પર બનાવાઈ છે.