Skip to main content
Settings Settings for Dark

સંસદમાં 250થી વધુ CISF જવાનો તહેનાત કરવામાં આવશે

Live TV

X
  • સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા વધારવા માટે CISFનાં 250 કર્મચારીઓને તહેનાત કરાશે. CISFના મહાનિર્દેશક નીના સિંહે આ કર્મચારીઓને સંસદમાં તહેનાત દળની હાલની સુરક્ષા વિંગમાં એકીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલા વૈવિધ્યપૂર્ણ ત્રણ-દિવસીય તાલીમ કાર્યક્રમને પગલે CISFના જવાનો સપ્તાહના અંત સુધીમાં સંસદની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત થવાના છે.

    સંસદની સુરક્ષામાં CISFની ભૂમિકાએ આ વર્ષની શરૂઆતમાં મહત્વ પ્રાપ્ત કર્યું હતું જ્યારે જાન્યુઆરીમાં પસંદગીના પ્રવેશદ્વારો પર સુરક્ષા વ્યવસ્થા કરવા માટે શરૂઆતમાં 140 CISF કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. ત્યારથી, આ કર્મચારીઓ નિયુક્ત પ્રવેશ બિંદુઓ પર સંપૂર્ણ ફ્રિસ્કિંગ પ્રક્રિયાઓ અને સામાનની તપાસ કરવાની મહત્વની ભૂમિકા ભજવે છે.

    સંસદમાં થયેલી સુરક્ષા ભંગના કારણે CISFની હાજરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસંદમાં ઘુસણખોરોએ લોકસભા ચેમ્બરમાં પ્રવેશીને પીળો ધુમાડો છોડ્યો હતો. આ ઘટના પછી આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેનાથી સંસદના સુરક્ષા ઉપકરણનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

    સાધારણ ત્રણ બટાલિયન સાથે 1969માં સ્થપાયેલ CISF 1,77,000થી વધુ કર્મચારીઓના કાર્યબળ સાથે પ્રીમિયર સુરક્ષા સંગઠન તરીકે વિકસિત થયું છે. નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને VIP સુરક્ષા પૂરી પાડવાની તેની મુખ્ય જવાબદારીઓ ઉપરાંત, CISF એક્સેસ કંટ્રોલ અને સિક્યુરિટી કન્સલ્ટન્સી સેવાઓમાં કુશળતા માટે પ્રખ્યાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply