રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ ડો.તમિલિસાઈ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઈ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી કરવાની જવાબદારી સોંપી છે. આ નિમણૂંક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.
કોણ છે તમિલિસાઈ સૌંદરરાજન
તમિલિસાઈ સૌંદરરાજનને 2019માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા હતા. આ પછી તેમને ફેબ્રુઆરી 2021માં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તમિલિસાઈ સૌંદરરાજન 2019ની ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, 2009 માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતા. જોકે, અહીં તેમને ડીએમકેના ટીકેએસ ઈલંગોવન સામે હાર્યા હતા.તમિલિસાઈ સૌંદરરાજનનું અઅંગત જીવન
તેમનો જન્મ 2 જૂન 1961ના રોજ કાલીયાક્કવિલાઈમાં થયો હતો. તેમના પિતા અનંતન , ભૂતપૂર્વ સંસદ સભ્ય અને તમિલનાડુમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમના પતિ તબીબી ડૉક્ટર છે .તમિલિસાઈ સૌંદરરાજનની કાર્કીદી
તેઓ એથિરાજ કોલેજ ફોર વુમનમાંથી સ્નાતક થયા હતા. મદ્રાસ મેડિકલ કોલેજ , ચેન્નાઈ ખાતે તેમને MBBS કર્યું અને ડો. એમજીઆર મેડિકલ યુનિવર્સિટી , ચેન્નાઈ ખાતે તેમને પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનની લાયકાત મેળવી હતી. તેમને કેનેડામાં સોનોલોજી અને FET ઉપચારની તાલીમ લીધી હતી. રાજકીય પ્રતિબદ્ધતા પહેલાં તેઓએ રામચંદ્ર મેડિકલ કોલેજ , ચેન્નાઈમાં 5 વર્ષ સુધી સહાયક પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેએ બે બાળકોના માતા છે . બન્ને બાળકો તબીબ છે. સમાજ અને સામાન્ય જનતા માટે તેમને લિંગ સમાનતા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે "ઇન્ટરનેશનલ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર - 2018" એનાયત કરવામાં આવ્યો હતો.