આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી દ્વારા જીટીયુની ઇ-લીડ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી
Live TV
-
યુ.કેની ક્યુએસ-એરા રેટીંગ એજન્સી દ્વારા જીટીયુની ઈ-લીડ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી.જીટીયુના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠ દ્વારા જીટીયુના તમામ કર્મચારીઓને આ સંદર્ભે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી દ્વારા જીટીયુની પસંદગી થવી તે ખૂબ જ આનંદની વાત છે. જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જેનો શ્રેય તમામ કર્મચારીને ફાળે જાય છે.
જીટીયુના કુલ સચિવ ડૉ. કે.એન.ખેરે પણ સહર્ષ જણાવ્યું હતુ કે, જીટીયુના તમામ વિભાગો આઈટી બેઈઝ્ડ ડિજીટલાઈઝ્ડ છે.ક્યુએસ રેટીંગની ઈ-લિડ કેટેગરીમાં જીટીયુની પસંદગી થવામાં આ તમામ પ્રવૃત્તિનો સવિશેષ ફાળો છે. દેશભરમાં સૌ-પ્રથમ ઓનલાઈન પરીક્ષા લઈને જીટીયુએ તેની ટેક્નોલોજી અને આઈટી સિસ્ટમના તમામ પ્રકારના પેરામિટર્સ પરિપૂર્ણ કર્યા છે. ઈ-લિડ કેટેગરીમાં રેટીંગ મેળવનાર જીટીયુ રાજ્યની એક માત્ર સરકારી યુનિવર્સિટી છે