કપિલ દેવને હાર્ટ-અટેક,છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરાયા
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે.