આજથી GSTના નવા રેટ લાગુ, અનેક ચીજો સસ્તી થઈ
Live TV
-
નવા રેટ મુજબ જૂની અને યુઝ્ડ કાર, મીડિયમ અને લાર્જ કાર,બાયો ફ્યુઅલથી ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર ,GST ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા કરવામાં આવ્યો
દિલ્હી - GSTના નવા રેટ, ૨૫ જાન્યુઆરીથી ,એટલે કે આજથી લાગૂ થઇ રહ્યાં છે. 53 સર્વિસીસ અને 29 આઇટમ્સ પર ,GSTના નવા રેટ લાગુ થઇ જશે.નોંધનિય છે કે હવેથી કેટલીક ચીજો સસ્તી બનશે. સુધારેલા રેટ લાગુ થવાથી ,જૂની કારો, ડાયમંડ સહિતની અનેક. આઇટમ્સની કિંમત ઘટશે. GST રેટમાં મોટા પાયે મૂકેલા કાપથી ,આશરે રૂ.1000-1200 કરોડનું, રેવન્યુમાં નુકસાન થશે. નવા રેટ મુજબ જૂની અને યુઝ્ડ કાર, મીડિયમ અને લાર્જ કાર,બાયો ફ્યુઅલથી ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર ,GST ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20 લીટરની પીવાના પાણીની બોટલ અને - ફોસ્ફોરિક એસિડથી બનેલા ખાતર અને - ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ પર GST ,૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે