બેન્ક રીકેપિટલાઇઝેશન હેઠળ સરકાર 20 સરકારી બેન્કોને 80,000 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ આપશે
Live TV
-
સરકાર આઇડીબીઆઇ બેન્કને રૂ.10,610 કરોડઆપશે
નવી દિલ્હી - સરકારે બેંકિંગ સુધારા માટે , રોડ મેપ જાહેર કર્યો હતો. આ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું , કે બેન્ક રીકેપિટલાઇઝેશન હેઠળ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ,સરકાર 20 સરકારી બેન્કોને 80,000 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ આપશે. તેમાં સૌથી વધારે ફંડ આઇડીબીઆઇ બેન્કને મળશે. સરકાર આઇડીબીઆઇ બેન્કને રૂ.10,610 કરોડઆપશે. જ્યારે એસબીઆઇને રૂ.8,800 કરોડ અને પીએનબીને રૂ.5473 કરોડ મળશે. રીકેપ પ્લાન હેઠળ સૌથી ઓછું ભંડોળ પંજાબ એન્ડ સિંધ બેન્કને રૂ.790 કરોડ મળશે