આજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને આરજેડી નેતા તેજસ્વી યાદવ બિહારમાં રેલીનું સંબોધન કરશે
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવા ખૂબ જોર લગાવી રહી છે. ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે નાલંદા અને લકિસરાયમાં રેલી સંબોધશે તો આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ અનેક રેલી સંબોધશે.
કાલે પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં રેલીઓ સંબોધી હતી
પ્રધાનમંત્રી મોદીએ સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલી સંબોધી હતી. પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા કહ્યું, અત્યારની રાજ્ય સરકાર બિહાર માટે વિકાસ, રોકાણ અને સુશાસન માટે કામ કરી રહી છે. કોંગ્રેસ અને આરજેડી હંમેશા રાષ્ટ્રહિતના તમામ નિર્ણયનો વિરોધ કરે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પરોક્ષ રીતે કોંગ્રેસ અને આરજેડીની પરિવારવાદ માટે ટીકા કરી હતી.