'આપ' જીત તરફ અગ્રેસર, અરવિંદ કેજરીવાલે કહ્યું, 'કામની રાજનીતિ પર દિલ્હીની જનતાનો વિશ્વાસ'
Live TV
-
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. એવામાં 19 સીટો પર આપ પાર્ટીએ જીત પ્રાપ્ત કરી લીધી છે. આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાની સાથે સાથે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ આમ આદમી પાર્ટીની જીત નથી, દિલ્હીની જીત છે, ભારતની જીત છે. વધુમાં તેમણે રમુજી ભાષામાં કહ્યું કે, આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે.
તેમણે દિલ્હીવાસીઓનો આભાર માનતા કહ્યું હતું કે, આ એવા દરેક પરિવારની જીત છે, જેમને હોસ્પિટલોમાં સારવાર મફતમા મળી રહી છે. આ એવા પરિવારોની જીત છે, જેમને 24 કલાક વીજળી મળી રહી છે. આજે દિલ્હીની જનતાએ નવી રાજનીતિને જન્મ આપ્યો છે, જેનું નામ છે કામની રાજનીતિ.
દિલ્હીની જનતાએ લોકોને સંદેશ આપ્યો દીધો છે કે, વોટ એવા લોકોને જ કે જેઓ 24 કલાક વીજળી આપશે, જે સસ્તી વીજળી આપશે, ઘરે ઘરે પાણી આપશે અને રોડ રસ્તા બનાવશે.