આવતીકાલે 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી; પ્રધાનમંત્રી કરશે સંબોધન
Live TV
-
આવતીકાલે દેશભરમાં 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વિશ્વ સહીત ભારત દેશમાં પણ યોગ દિવસની ભરપૂર તૈયારીઓ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં સંબોધન કરશે. પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને સામુહિક યોગ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આ કાર્યક્રમ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે. જે અંતર્ગત કાલે સવારે 6.30 કલાકે દૂરદર્શનની તમામ ચેનલો પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. આયુષ રાજ્યમંત્રી કિરન રિજિજુ પણ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ પ્રસંગે મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા દ્વારા યોગનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.
