Skip to main content
Settings Settings for Dark

આસિયાન મહાસચિવ 11-15 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીને મળશે

Live TV

X
  • એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના મહાસચિવ ડૉ. કાઓ કિમ હોર્ન રવિવારથી ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવશે. આસિયાનના મહાસચિવ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અન્ય મહાનુભાવોને મળશે. તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ - ICWA દ્વારા આયોજિત 'આસિયાન-ઈન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન એડવાન્સ્ડ રિજનલ આર્કિટેક્ચર' પર લેક્ચર પણ આપશે.

    જાન્યુઆરી 2023માં સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ભારતની સત્તાવાર મુલાકાત હશે. ડૉ. હોર્ન બિહારના ગયામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ મહાબોધિ મંદિરની પણ મુલાકાત લેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ નાલંદા યુનિવર્સિટી, રાજગીરમાં 'આસિયાનનું ભવિષ્ય: ઉભરતા વ્યૂહાત્મક પર્યાવરણમાં આસિયાનની પ્રાસંગિકતા અને સ્થિતિસ્થાપકતા' પર એક સંબોધન પણ કરશે. ASEAN સભ્ય દેશોના વિદ્યાર્થીઓ ASEAN-ભારત સહકાર પ્રોજેક્ટ હેઠળ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવે છે. 

    મંત્રાલયના જણાવ્યા અનુસાર, ASEAN સાથે જોડાણ એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે 2024માં તેના 10મા વર્ષમાં પ્રવેશી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply