આ ત્રણ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીન પ્રવાસ અત્યંત મહત્ત્વનો
Live TV
-
ચીન ભારતનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર દેશ છે. ભારત ચીનમાંથી દર વર્ષે 3.5 લાખ કરોડ રુપિયાની આયાત કરે છે. જ્યારે ચીન ભારતમાંથી 1.06 લાખ કરોડની આયાત કરે છે.
- ચીનનું અર્થતંત્ર 767.63 લાખ કરોડ રુપિયાનું આંકવામાં આવે છે. જેની સામે ભારતીય અર્થતંત્રનું કદ 173.55 લાખ કરોડ રુપિયાનું છે.
- વૈશ્વિક અર્થતંત્રમાં ચીનનો હિસ્સો 33 ટકા જેટલો છે. અમેરિકા સાથેનો ચીનનો વાર્ષિક વેપાર 28.63 લાખ કરોડ રુપિયાનો છે.આ ત્રણ કારણોસર વડાપ્રધાન મોદીનો ચીન પ્રવાસ મહત્ત્વનો.
1. બેલ્ટ એન્ડ રોડ મુદ્દે મતભેદ યથાવત
ચીન પોતાના 3.7 લાખ કરોડ રુપિયાના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટીવમાં ભારતને સામેલ કરવા માગે છે. જો કે એનએસજીમાં ભારતની દાવેદારી, મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરીસ્ટ કરવા આડે ચીને મૂકેલા અવરોધને કારણે બન્ને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે.2. ડોકલામ વિવાદ
ભારત અને ચીન વચ્ચે વિવિધ દ્વિપક્ષીય પ્રયાસો છતાં પણ ડોકલામનો વિવાદ હજુ પણ યથાવત છે. મોદી-જિનપિંગ વચ્ચેની મુલાકાતને પગલે ડોકલામ મુદ્દે બન્ને દેશો વચ્ચે સુમેળ સર્જાય એવી આશા ફરી જીવંત બની છે.3. શાંઘાઈ સહયોગ સંગઠનમાં હોદ્દો
જૂનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાશે. ભારત આ સંગઠનમાં પોતાનું કદ વિસ્તારવાનો પ્રયાસ કરે છે. જિનપિંગ સાથેની વડાપ્રધાનની બેઠક દરમ્યાન આ મુદ્દે નક્કર ચર્ચા થાય એવી શકયતા છે.