સંસદની 4- વિધાનસભાની 10 બેઠક માટે મતદાન 28મી મેના રોજઃ ચૂંટણીપંચ
Live TV
-
ચૂંટણીપંચે સંસદની 4 અને વિધાનસભાની 10 બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. મતદાન આગામી 28મે ના રોજ થશે અને મત ગણતરી 31 તારીખે થશે.
ચૂંટણીપંચે સંસદની 4 અને વિધાનસભાની 10 બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. મતદાન આગામી 28મે ના રોજ થશે અને મત ગણતરી 31 તારીખે થશે. આ અંગેનું જાહેરનામું આવતા મહિને ત્રીજી તારીખે જાહેર થશે.
જે સંસદીય બેઠક ઉપર પેટા ચૂંટણી થનાર છે. તેમાં મહારાષ્ટ્રની પાલઘર, તથા ભંડારા ગોદિંયા, ઉત્તર પ્રદેશની કેરાના અને નાગાલેન્ડ રાજ્યની બેઠકનો સમાવેશ થાય છે. વિધાનસભા બેઠકમાં બિહારમાં જોકી હાટ, ઝારખંડમાં ગોમિયા તથા સીલી, કેરળમાં ચંગા-તુર અને મહારાષ્ટ્રમાં પેલુસ કેરે ગામ, મેઘાલયમાં અમ્પાટી, પંજાબમાં શાહપુર, ઉત્તરાખંડમાં ફરાલી, ઉત્તરપ્રદેશમાં નૂરપૂર અને પશ્ચિમ બંગાળમાં મહેશ તલાનો સમાવેશ થાય છે.