ઉત્તરપ્રદેશના લખનઉમાં ATS ની ટીમે અલકાયદા સમર્થિત 2 આતંકીઓની કરી ધરપકડ
Live TV
-
ઉત્તરપ્રદેશના દુબગ્ગા વિસ્તારમાંથી એ.ટી.એસ દ્વારા અલકાયદા સમર્થિત 2 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ATS ની ટીમ દ્વારા મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન બંને આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. ATS દ્વારા આજુબાજુના 500 મીટર વિસ્તાર તેમજ ઘરોને ખાલી કરાવવામા આવ્યા છે. જ્યારે આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામા આવ્યો છે. આ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર 15 મી ઓગસ્ટ દરમિયાન લખનઉમાં વિસ્ફોટ કરવાની યોજના હતી, જેથી લખનઉની નજીકના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે અને પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ વધારવામાં આવ્યુ છે.
