ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુએ સાંસ્કૃતિક પંરપરાઓને બચાવવા માટે ભાષાઓની જાળવણી પર ભાર મુક્યો
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુએ સાંસ્કૃતિક પંરપરાઓને બચાવવા માટે ભાષાઓની જાળવણી પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે, ભાષાએ સંસ્કૃતિની જીવન રેખા છે. જ્યારે ભાષા એ સંસ્કૃતિને મજબૂત બનાવે છે અને સંસ્કૃતિ સમાજને મજબૂત બનાવે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. વૈંકયા નાયડુએ 196 ભારતીય ભાષાઓ લુપ્ત થવાના આરે છે, તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને બચાવવા પગલાં લેવા આહવાહન કર્યું હતું. તેમણે કહ્યું કે, માધ્યમિક શિક્ષણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઇએ. ટેક્નિકલ શિક્ષામાં પણ માતૃભાષાનો ઉપયોગ વધુ કરવાની તેમણે સલાહ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, બધા ભારતીયો ભેગા મળીને ભાષાઓને બચાવવા માટે આગળ આવશે.
