પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી
Live TV
-
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે..તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.. ઉત્તરાખંડમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પુષ્કર સિંહ ધામીની પસંદગી થતા, તેમણે દહેરાદૂનમાં રાજ્યપાલ બેબી રાની મોર્યની મુલાકાત લીધી હતી..ઉત્તરાખંડ ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે તેમની પસંદગી થયા બાદ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ‘તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રીના રૂપમાં પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે'..તેમણે વધુમાં કહ્યું કે, ‘મારી પાર્ટીએ એક સામાન્ય કાર્યકરને સેવાની તક આપી છે. પ્રજાના મુદ્દાઓ પર અમે તમામનો સહયોગ લઇને કામ કરીશું. મહત્વનું છે કે, પુષ્કર સિંહ ધામી ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે..તેઓ સતત બે ટર્મથી અહીં ધારાસભ્ય પદે ચૂંટાઇ આવે છે..આ ઉપરાંત તેઓ BJP યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.
