કેન્દ્ર સરકારે હૈદરાબાદમાં નવી રસી પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપવાની મંજૂરી આપી
Live TV
-
કેન્દ્ર સરકારે હૈદરાબાદમાં નવી રસી પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ આ અંગેની જાહેરાત કરી. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આ કેન્દ્ર માટેના નાણાં પીએમ કેર્સ ફંડમાંથી બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રયોગશાળા હૈદરાબાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એનિમલ બાયોટેકનોલોજીમાં સ્થાપવામાં આવશે. આ પ્રયોગશાળા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં ગૃહરાજ્ય મંત્રીને કહ્યું કે, હૈદરાબાદમાં ફાર્મસી ક્ષેત્રના વિકાસની દિશામાં તે એક મહત્વપૂર્ણ પહેલ છે. રસીકરણ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે નવી રસીનું પરીક્ષણ કરવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. કારણકે રસીકરણ જ હાલ કોરોનાથી બચવાનો કવચ છે.
