એસ જયશંકરે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અફઘાનિસ્તાનમાં કાયમી અને વ્યાપક યુદ્ધવિરામનું આહવાન કર્યું
Live TV
-
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે તાત્કાલિક અફઘાનિસ્તાનમાં હિંસા ઘટાડવાનો અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા આગ્રહ કરવો મહત્વપૂર્ણ છે.અફઘાનિસ્તાનમાં યુએન સહાયતા અભિયાન વિશે યુએન સુરક્ષા પરિષદમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બોલતા ડો.જયશંકરે કહ્યું કે, અફઘાનિસ્તાન અને અન્ય દેશો સાથેની વાતચીતથી હિંસા ઓછી થઈ નથી. તેમણે અફઘાનિસ્તાનની આગેવાની હેઠળની શાંતિ પ્રક્રિયા માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.
વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે આતંકવાદી મથકોનો તાત્કાલિક નાશ કરવો જોઈએ જેથી તેમની સપ્લાય ચેન ખોરવાશે. વધુમાં તેમને ઉમેર્યું કે, સંક્રમણ સમયગાળા દરમિયાન ભારત અફઘાનિસ્તાનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં વિકાસભાગીદારીનો હેતુ અફઘાનિસ્તાનને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો છે.
